જામનગરમાં સેતાવાડ વિસ્તારમાં રહેતાં પ્રૌઢ વેપારીના મકાનનો ગેરકાયદેસર કબ્જો જમાવનાર શખ્સ વિરુધ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં સેતાવાડમાં આવેલા દર્શન એપાર્ટમેન્ટમાં રહેતાં કલ્પેશ મનસુખલાલ શાહ નામના પ્રૌઢ વેપારીનું મહાલક્ષ્મી ચોક વિસ્તારમાં આવેલા મકાનમાં વિજય કરશન રાયઠઠ્ઠા નામના શખ્સે ગેરકાયદેસર કબ્જો જમાવી મકાન પચાવી પાડયું હતું. આ અંગે વેપારી દ્વારા અવાર-નવાર મકાન ખાલી કરવા જણાવવા છતાં વિજયે મકાન ખાલી કર્યુ ન હતું. જેથી આખરે વેપારીએ પોલીસમાં જાણ કરતા એએસપી નીતેશ પાંડેયના નેજા હેઠળ પીઆઇ એમ.જે. જલુ તથા સ્ટાફ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
જામનગર શહેરમાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ વધુ એક ફરિયાદ
વેપારીનું મકાન પચાવી પાડયું : પોલીસ દ્વારા કાર્યવાહી