Saturday, July 2, 2022
Homeમનોરંજનવધુ એક અભિનેતાની આત્મહત્યા, કોણ છે આ સ્ટાર? જાણો…

વધુ એક અભિનેતાની આત્મહત્યા, કોણ છે આ સ્ટાર? જાણો…

- Advertisement -

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આત્મહત્યાનો નવો કિસ્સો સામે આવ્યો છે. તમિલ ટીવી અભિનેતા ઇન્દ્ર કુમારે આત્મહત્યા કરી છે. તેમના અચાનક અવસાનના સમાચારથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

- Advertisement -

અહેવાલો અનુસાર, ઇન્દ્ર કુમાર તેના મિત્રને મળવા તેના ઘરે ગયો હતો.. જ્યાં તે સવારે મૃત હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે અભિનેતાના મિત્રને આ વાતની જાણ થતાં તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી. ઇન્દ્રકુમારની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે અને પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે.

ઇન્દ્ર કુમારના મિત્રએ જણાવ્યું કે અભિનેતા બુધવારે સાંજે તેના મિત્રો સાથે ફિલ્મ જોવા ગયા હતા. તે સમયે તે તેના મિત્રના ઘરે એકલો હતો. સવારે મિત્રએ રૂમનો દરવાજો ખટખટાવ્યો ત્યારે ઈન્દ્રકુમાર ખોલ્યો નહીં. જ્યારે કોઈક દરવાજો ખોલ્યો, ત્યારે તેણે જોયું કે ઈન્દ્ર ત્યાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. જોકે, તે સ્થળેથી કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular