Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર નજીક કુતરુ આડુ ઉતરતા બાઈક પરથી પટકાતા તરૂણ પ્રેમિકાનું મોત

જામનગર નજીક કુતરુ આડુ ઉતરતા બાઈક પરથી પટકાતા તરૂણ પ્રેમિકાનું મોત

માથામાં ગંભીર ઈજા : સારવાર કારગત ન નિવડી : પ્રેમી પંખીડાઓ જાન્યુઆરીથી નાસતા ફરતા હતાં : યુવકનો રાજકોટ પોલીસે કબ્જો સંભાળ્યો

- Advertisement -

જામનગર-રાજકોટ બાયપાસ પર દરેડ તરફ જતા યુવકની બાઈક આડે કુતરુ ઉતરતા બ્રેક મારવા જતા બાઈકમાં પાછળ બેસેલી પ્રેમીકા નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં રહેતો અને મજુરી કામ કરતો રાજેશ જીવણભાઈ મકવાણા (ઉ.વ.21) નામનો યુવક ગત તા.27 ના રાત્રિના સમયે રાજકોટ થી દરેડ તરફ તેની બાઈક પર આવતો હતો. તે દરમિયાન જામનગર-રાજકોટ બાયપાસ પર આવેલી હોટેલ નજીક પહોંચ્યા ત્યારે એકાએક બાઈક આડે કુતરુ ઉતરતા બાઈકમાં બ્રેક મારવતા જતા પાછળ બેસેલી તરૂણ પ્રેમીકા નીચે પટકાઇ હતી. જેના કારણે તરૂણીને માથામાં તથા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે, રાજેશને સામાન્ય ઈજા પહોંચી હતી.

સારવાર દરમિયાન તરૂણીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ કરાતા પીએસઆઈ એમ.એ.મોરી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરતા રાજેશ અને તેની પ્રેમીકા જાન્યુઆરી માસમાં ભાગી ગયા હતાં અને ત્યારબાદથી બંને પ્રેમીઓ ભાગતા ફરતા હતાં. આ સમય દરમિયાન અકસ્માતમાં તરૂણીનું મોત નિપજ્યાના બનાવમાં રાજકોટ પોલીસે યુવક વિરૂધ્ધ અપહરણનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular