Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકર્ણાટકમાં સપ્તાહમાં એક દિવસ ‘નો સ્કુલ બેગ ડે’

કર્ણાટકમાં સપ્તાહમાં એક દિવસ ‘નો સ્કુલ બેગ ડે’

- Advertisement -

બાળકો પર વધતા સ્કૂલ બેગના વજનને ઘટાડવા માટે કર્ણાટક સરકારે નવા દિશાનિર્દેશ જારી કર્યા છે. નવા નિર્દેશો પ્રમાણે હવે બાળકોના સ્કૂલ બેગનું વજન બાળકના પોતાના વજનના 15 ટકાથી વધુ ન હોવું જોઈએ. રાજ્ય સરકારના આ નિયમથી બાળકોની સ્કૂલ બેગનું વજન નિર્ધારિત વજન કરતાં વધી શકશે નહીં. સ્કૂલ બેગનું વજન નિર્ધારિત કરવાની સાથે જ રાજ્ય સરકારે અઠવાડિયામાં એક દિવસ ’નો બેગ ડે’ રાખવાનો પણ નિર્દેશ આપ્યો છે. નિર્દેશ પ્રમાણે સ્કૂલોએ અઠવાડિયામાં એક વખત સામાન્ય રૂપે શનિવારે ’નો બેગ ડે’ ઉજવવા માટે કહ્યું છે. આ દિવસે બાળકોએ સ્કૂલ બેગ વગર સ્કૂલમાં આવવાનું રહેશે અને પુસ્તકીય અભ્યાસથી અલગ વ્યાવહારિક જ્ઞાન આપવામાં આવશે.

- Advertisement -

રાજ્ય સરકારે આ આદેશો ડો. વીપી નિરંજનરાધ્યા કમિટી દ્વારા આપેલી ભલામણોના આધારે જારી કર્યા છે. આ સમિતિની રચના રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ બેગના વજન પર આરોગ્ય પર થતી અસરનો અભ્યાસ કરવા માટે કરવામાં આવી હતી. કમિટીએ 2018-19 દરમિયાન તેનો અંતિમ અહેવાલ સુપરત કર્યો હતો. જેના આધારે આ નિર્ણયો લેવામાં આવ્યા છે. જારી કરાયેલી સૂચનાઓનો તેમના જિલ્લાઓમાં બ્લોક લેવલના શિક્ષણ અધિકારીઓ દ્વારા કડકપણે અમલ કરવાનો રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular