Sunday, December 22, 2024
Homeરાજ્યદ્વારકા જિલ્લામાં "એક તારીખ, એક કલાક" મહાશ્રમદાન કાર્યક્રમ યોજાશે

દ્વારકા જિલ્લામાં “એક તારીખ, એક કલાક” મહાશ્રમદાન કાર્યક્રમ યોજાશે

- Advertisement -

તા. 15 મી ઓક્ટોબર સુધી દેશવ્યાપી “સ્વચ્છતા હી સેવા” ઝુંબેશનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તા. 1 ઓક્ટોબરના રોજ દેશના બધા તમામ વિસ્તારોમાં જન- પ્રતિનિધિઓની આગેવાની હેઠળ લોક ભાગીદારી અને “એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે દેવભૂમિ દ્વારકાના તમામ ગામડાઓમાં સવારે 10 વાગ્યાથી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

- Advertisement -

જિલ્લાના આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ, શાળાઓ, વિવિધ કચેરીઓના પ્રાંગણ અને આજુબાજુના વિસ્તારો, પ્રવાસન સ્થળો, ગૌશાળાઓ, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો સહિતની જગ્યાઓ ખાતે સ્વચ્છતા અભિયાન માટે શ્રમદાનનું આયોજન કરવામાં આવશે. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા ઉપસ્થિત રહેશે.

તા. બીજી ઓક્ટોબરના રોજ સવારથી વિશાળ સ્વચ્છતા અભિયાન યોજવાની યોજના કરવામાં આવી છે. જેમાં બીજી ઓક્ટોબરના “સ્વચ્છ ભારત દિવસ”ના રોજ દરેક ગામમાં પ્રભાત ફેરી, સામુહિક સફાઈ, હેલ્થ કેમ્પ, ગ્રામસભા યોજવી વિગેરે કાર્યક્રમો હાથ ધરાનાર છે. આ શ્રમદાનમાં હોદ્દેદારો, કેન્દ્રીય તથા રાજ્યમંત્રી, સાંસદ, ધારાસભ્ય, જિલ્લા અને તાલુકા પંચાયતોના પદાધિકારીઓ અને સભ્યો, વિગેરે સહિત તમામ વિભાગોના અધિકારીઓ તેમજ વિવિધ પ્રકારની સંસ્થાઓ વિગેરેને શ્રમદાન અભિયાનમાં જોડવાના પ્રયત્નો હાથ ધરાનાર છે.

- Advertisement -

જેની પૂર્વ તૈયારીના ભાગ રૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular