Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરVideo : શહેરમાં એક પછી એક અકસ્માત, બેખોફ ફરતા વાહનચાલકો સામે કડક...

Video : શહેરમાં એક પછી એક અકસ્માત, બેખોફ ફરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહીની માંગણી

જામનગર શહેરના રાજમાર્ગો પર અકસ્માતોની ઘટનાઓ અવિરત બની રહી છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લાં ઘણાં સમયથી પૂરઝડપે બેફીકરાઇથી બેખોફ પરિવહન કરતાં વાહનચાલકો દ્વારા થતાં અકસ્માતોની ઘટનાઓ વધી ગઇ છે. ગત રાત્રીના બેડી બંદર રોડ પર પાર્કિંગમાંથી બહાર નિકળતી કારે બાઈકચાલકને ઠોકરે ચડાવ્યો અને બીજા દિવસે વિકટોરીયા પુલ પાસે એક કારચાલક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ડીવાઇડર તોડી કાર રોંગ સાઈડમાં જતી રહી હતી. જો કે, સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી.

- Advertisement -

માર્ગ અકસ્માતોની ઘટનાઓ રોજીંદી બની ગઈ છે. તેમાં પણ ખાસ કરીને જામનગર શહેરમાં છેલ્લાં ઘણાં સમયથી અમુક વાહનચાલકો અને બાઈકસવારો બેખોફ પોતાના વાહનો લઇ શહેરના રાજમાર્ગો પર પરીવહન કરતાં હોય છે. આવા વાહનચાલકોના કારણે સામાન્ય અને નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બને છે આવી ઘટનાઓ તો બનતી જ રહે છે. ગત રાત્રીના સમયે બેડી બંદર રોડ પર રોયલ પ્લાઝા એપાર્ટમેન્ટમાંથી બહાર નિકળતી કારના ચાલકે બાઈકસવારને હડફેટે લઈ ડીવાઈડર તોડી નાખતા બાઈકચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ લોકોના ટોળા એકઠાં થઈ ગયા હતા. આ ઘટનાના 12 કલાક પછી શહેરના વિકટોરીયા પુલ પરથી પસાર થતી એક કારના ચાલકે આજેસવારે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ડીવાઇડર અને લોખંડની રેલીંગ તોડી કાર રોંગસાઈડમાં જતી રહી હતી. જોકે, સદનસીબે અન્ય કોઇ વાહનને હડફેટે લીધા ન હતાં.

- Advertisement -

આ અકસ્માતમાં કારચાલકને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં વધતાં જતાં અકસ્માતોની ઘટનાનાઓ તથા શહેરના રાજમાર્ગો પર દરરોજ બાઈકસવારો તેમજ અમુક મોંઘી કારના ચાલકો પોતાની કાર વિચિત્ર અવાજો સાથે શહેરના માર્ગો પર પરિવહન કરતાં હોય છે અને બાઈકસવારો ફિલ્મી સ્ટાઈલમાં રેસ લગાવી શહેરના માર્ગો પર બેખોફ ફરતા હોય છે. વાહનચાલકો દ્વારા અપાતો આવો ત્રાસ તો શહેરના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. અકસ્માતની એક પછી એક બનતી ઘટનાઓને કારણે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા આવા વાહનચાલકો ઉપર સતત ચાલુ રહે તેવી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગણી ઉઠી રહી છે. કેમ કે, માર્ગો પરથી પસાર થતા નિર્દોષ લોકો અને વાહનચાલકો આવા બેખોફ ફરતા વાહનોની હડફેટે આવતા હોય છે. કડક કાર્યવાહી કરવામાં આવે તો અકસ્માતોની ઘટનાઓ મહદઅંશે ઘટાડી શકાય તેમ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular