શ્રાવણ માસ ચાલી રહ્યો હોય શિવ ભકતોમાં અનેરો ઉત્સાહ છવાયો છે. લોકો મોટી સંખ્યામાં શિવ મંદિરે દર્શનાર્થે ઉમટે છે. શ્રાવણ માસના સોમવારે જામનગરથી મોટી સંખ્યામાં શિવભકતો લાલપુર ખાતે આવેલ ભોળેશ્વર મહાદેવના દર્શનાર્થે જતા હોય છે. એમાં પણ અનેક લોકો પદયાત્રા કરી જતા હોય રવિવારે રાત્રિના સમયે લોકો મોટી સંખ્યામાં જતા જોવા મળ્યા હતા. પદયાત્રીઓ માટે અનેક સેવા કેમ્પો યોજાય છે. શ્રી ભોલે બાબા ગુ્રપ દ્વારા છેલ્લા રપ વર્ષથી સેવા કેમ્પનું આયોજન થાય છે. ગ્રુપના સંચાલક મુન્નભાઇ વશિયર, પરેશભાઇ ડોબરીયા, જયેશભાઇ ડોબરિયા દ્વારા ફરાળી ચિપ્સ સહિતની અલગ-અલગ વેરાયટીન નાસ્તા પદયાત્રી માટે રાખવામાં આવે છે. આ વર્ષે કેમ્પમાં લોકોના મનોરંજન માટે આદિવાસી ડાન્સનું પણ આયોજન કરાયું હતું જેને જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટયા હતા.