સુરતના કાપોદ્રા ચીકુવાડી વિસ્તારમાં આજે સવારે બાઈક ઉપર હોસ્પિટલ જવા નીકળેલા પાસના ક્ધવીનર અલ્પેશ કથીરિયા ઉપર રીક્ષા ચાલકે સામાન્ય બાબતે લાકડી વડે હુમલો કરતા કાપોદ્રા પોલીસે ગુનો નોંધી રીક્ષા ચાલકની અટકાયત કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પાસના ક્ધવીનર અલ્પેશ કથીરિયા આજે સવારે 8.45 વાગ્યાના અરસામાં પોતાની બાઈક ઉપર સ્મીમેર હોસ્પિટલ જવા નીકળ્યા હતા ત્યારે ચીકુવાડી સ્વામિનારાયણ મંદિર પાસે આગળ જતો રિક્ષાચાલક રીક્ષા વાકી ચૂકી ચલાવતો હોય તે બાબતે તેને ઠપકો આપતા ભિક્ષાચાલકે ઝઘડો કર્યો હતો અને રીક્ષામાંથી લાકડી કઢી હુમલો કરતા અલ્પેશ કથીરિયા ને ખબર ના ભાગે ઈજા થઈ હતી. બનાવને પગલે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને ઘટનાની જાણ થતા કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી બાદમાં પોલીસે અલ્પેશ કથીરિયા ની ફરિયાદના આધારે ગુનો નોંધી રીક્ષા ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.