વિશ્ર્વભરનાં દેશોમાં ફરી એકવાર કોરોના મહામારીએ હાહાકાર મચાવવાનું શરૂ કર્યુ છે. જેમા કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. બ્રિટન, ફ્રાન્સ, ઈટાલીમાં રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. જો કે રાહતની વાત એ છે કે આના કારણે મૃત્યુની સંખ્યા દ્યણી ઓછી છે. ફ્રેન્ચ શહેર મર્સની હોસ્પિટલમાં સદ્યન સંભાળ એકમનાં વડા ડો. જુલિયન કાર્વેલીએ જણાવ્યું કે, અહીં દાખલ થયેલા મોટાભાગનાં દર્દીઓ એવા છે જેમને કોરોના સામે રસી આપવામાં આવી નથી. ઓસ્ટ્રેલિયામાં પણ કોવિડ-19 નાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજયોએ માસ્ક અને અન્ય પગલા ફરજિયાત બનાવવા પડ્યા છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. જો કે, ઓમિક્રોનનાં કેસોની સંખ્યામાં વધારો થતા, પ્રતિબંધો ચિંતા સાથે વધારવામાં આવ્યા છે. દિલ્હી, યુપી અને કર્ણાટકનાં કેટલાક વિસ્તારોમાં નાઇટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. વળી, દ્યણા રાજયોએ કડકતા વધારી દીધી છે. જો કે, ભારતમાં કોરોનાનાં દૈનિક કેસોમાં કોઈ મોટો ઉછાળો આવ્યો નથી અને તે સતત 6 થી 7 હજાર કેસોની વચ્ચે રહ્યો છે. ફ્રાનસમાં શનિવારે કોરોના સંક્રમણનાં 1,04,611 નવા કેસ નોંધાયા છે. જે મહામારીની શરૂઆત પછી એક દિવસમાં સંક્રમણનો સૌથી વધુ આંકડો છે. અગાઉ, શુક્રવારે દેશમાં દૈનિક સંક્રમણનાં કેસ 94,100 થી વધુ નોંધાયા હતા. જો કે, આ સમયગાળા દરમ્યાન સંક્રમણને કારણે મૃત્યુ ખૂબ ઓછા છે.