Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં રસ્તા પરના ખાડાને કારણે વૃધ્ધનો ભોગ લેવાયો

જામનગરમાં રસ્તા પરના ખાડાને કારણે વૃધ્ધનો ભોગ લેવાયો

રણજીતસાગર રોડ પર ખાડાને કારણે મોટરસાઈકલ પરથી પટકાતા વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી : સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું

- Advertisement -

જામનગર શહેરમાં બિસ્માર માર્ગને કારણે વૃધ્ધનો ભોગ લેવાયો છે. શહેરના રણજીતસાગર રોડ પર ખાડાને કારણે મોટરસાઈકલ સ્લીપ થતા નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

- Advertisement -

થોડા સમય પૂર્વે જામનગર શહેરમાં થયેલા વરસાદને કારણે જામનગરના શહેરના અનેક વિસ્તારોના માર્ગો બિસ્માર હાલતમાં છે. ઠેકઠેકાણે મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેના પરિણામે શહેરીજનો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. માર્ગ પરના ખાડાઓને કારણે લોકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેવામાં માર્ગ પરના ખાડાઓને કારણે જામનગરના વૃદ્ધને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જામનગર શહેરના રણજીતસાગર રોડ પર રિધ્ધી – સિધ્ધી એપાર્ટમેન્ટ ફલેટ નંબર 103 માં એ વીંગમાં પહેલાં માળે રહેતાં કનૈયાલાલ વાધુમલ અછડા (ઉ.વ.72) નામના વૃધ્ધ તા.6 ના રોજ પોતાનું જીજે-10-એએલ-1750 નંબરવાળુ એકટીવા લઇને પોતાના ઘરેથી ખંભાળિયા નાકા જઈ રહ્યા હતાં. આ દરમિયાન રણજીતસાગર રોડ પર સિંધી સ્કૂલ સામે રોડ પર પહોંચતા રોડ પરના ખાડાને કારણે મોટરસાઈકલનું બેલેન્સ ખોરવાઈ જતાં રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ગંભીર ઈજાઓ પહોંચતા વૃધ્ધને તાત્કાલિક જામનગરની જી. જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તા.10 ના રોજ તેમનું મૃત્યુ નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર નિલેશભાઈ દ્વારા પોલીસને જાણ કરાતા સિટી એ પોલીસના પીએસઆઈ ડી જી રામાનુજ દ્વારા આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular