Monday, January 13, 2025
Homeરાજ્યજામનગરજામનગર નજીક બાઈકે ઠોકરે ચડાવતા પ્રૌઢનું મોત

જામનગર નજીક બાઈકે ઠોકરે ચડાવતા પ્રૌઢનું મોત

સાંઢીયા પુલથી લાલપુર ચોકડી તરફના માર્ગ પર અકસ્માત: પોલીસ દ્વારા બાઈકસવાર વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરમાં દિ.પ્લોટ વિસ્તારમાં રહેતાં પ્રૌઢના બનેવી લાલપુર ચોકડી નજીક સાંઢીયા પુલ પાસે ચાલીને જતા હતાં ત્યારે બેફીકરાઈથી આવતા બાઈકસવારે ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં ઘવાયેલા વ્યકિતનું ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર નજીક સાંઢીયા પુલ પાસેથી પસાર થતા હતાં ત્યારે પૂરઝડપે બેફીકરાઈથી આવતા જીજે-10-સીએફ-9358 નંબરના બાઈકસવારે પ્રૌઢને ઠોકર મારી હડફેટે લઈ પછાડી દઈ મોઢામાં અને હોઠમાં તથા પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના સાળા જયસુખભાઈ નંદા દ્વારા જાણ કરાતા એએસઆઈ પી.બી. ગોજિયા તથા સ્ટાફે જી. જી. હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular