Monday, November 4, 2024
Homeરાજ્યઓખા-હાવડા તથા પોરબંદર-હાવડા સ્પે. ટ્રેન ત્રણ મહિના સુધી લંબાવાઇ

ઓખા-હાવડા તથા પોરબંદર-હાવડા સ્પે. ટ્રેન ત્રણ મહિના સુધી લંબાવાઇ

- Advertisement -

રેલ્વે મુસાફરોની ટ્રાફિક અને સુવિધાઓને ધ્યાને રાખીને પોરબંદર-હાવડા સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશીયલ ટ્રેનને આગામી 3 માસ એટલે કે એપ્રીલ-2021 સુધી ચલાવવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોરબંદર-હાવડા ફેસ્ટિવલ સ્પેશીયલ દ્વિ-સાપ્તાહિક ટ્રેન પોરબંદર અને હાવડા એમ બંને સ્ટેશનોથી ઉપાડવામાં આવશે. જેમાં ટ્રેન નંબર 09205 પોરબંદર – હાવડા ફેસ્ટિવલ સ્પેશ્યલ પોરબંદરથી દર બુધવાર અને ગુરુવારે 8.50 કલાકે ઉપડશે અને શુક્રવાર અને શનિવારે હાવડાથી 3.15 કલાકે પહોંચશે. આ ટ્રેન 3 ફેબ્રુઆરીથી 29 એપ્રિલ 2021 સુધી ચાલશે.

- Advertisement -

આવી જ રીતે, ટ્રેન નંબર 09206 હાવડા-પોરબંદર ફેસ્ટીવલ સ્પેશીયલ, દરેક શુક્રવાર અને શનિવારે 21.10 કલાકે હાવડાથી ઉપડશે અને રવિવાર અને સોમવારે સાંજે 15.40 વાગ્યે પોરબંદર પહોંચશે. આ ટ્રેન 5 ફેબ્રુઆરીથી 1 મે 2021 સુધી ચાલશે. આ ફેસ્ટિવલ સ્પેશીયલ દ્વિ-સાપ્તાહિક ટ્રેનની બંને તરફની દિશામાં જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ જંકશન, અમદાવાદ, આણંદ જંકશન, વડોદરા જંકશન, સુરત, નંદુરબાર, ભૂસાવાલ જંકશન, અકોલા જંકશન, બદનેરા જંકશન, નાગપુર, ગોંડિયા જંકશન, રાજનાંદગાંવ, દુર્ગ, રાયપુર જંકશન, ભાટપરા, બિલાસપુર જંકશન, ચંપા જંકશન, રાયગઢ, ઝારસુગુડા જંકશન, રાઉરકેલા, ચક્રધરપુર, તાતાનગર જંકશન અને ખડગપુર જંકશન સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં એસી ટુ-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ, સેક્ધડ ક્લાસ સીટિંગ કોચ અને પેન્ટ્રી કાર રહેશે. ટ્રેનના બુકિંગ માટે PRS-કાઉન્ટર્સ તેમજ www.enquiry.indianrail.gov.in ની વેબસાઇટ પર જાણવા મળશે.

આ ઉપરાંત ટ્રેન નં. 02905 ઓખા-હાવડા સ્પેશ્યલ ટ્રેન દર રવિવારે 8:40 વાગ્યે ઓખાથી ઉપડી મંગળવારે 3:15 વાગ્યે હાવડા પહોંચશે. આ ટ્રેન 7 ફેબ્રુઆરીથી 25 એપ્રિલ સુધી ચાલશે. તેમજ ટ્રેન નં. 02906 હાવડા-ઓખા સ્પેશ્યલ ટ્રેન હાવડાથી દર મંગળવારે 21:10 વાગ્યે ઉપડી ગુરુવારે 16:30 વાગ્યે પહોંચશે. આ ટ્રેન 9 ફેબ્રુઆરીથી 27 એપ્રિલ સુધી ચાલશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular