રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર દ્વારા સૌપ્રથમ ધો. 12ના વર્ગો શરુ કર્યા બાદ ધો. 9 થી 11ના વર્ગોને પણ મંજૂરી આપતાં આજથી શાળાઓમાં ધો. 9 થી 11ના વર્ગો પણ દરેક વર્ગમાં કુલ ક્ષમતાના 50 ટકા વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે. જો કે, વિદ્યાર્થીઓને હાજરી મરજીયાત રખાઇ છે.
ધો. 9 થી 11માં ઓફ લાઇન શિક્ષણ માટે આવનારા પ્રત્યેક વિદ્યાર્થીઓએ વાલીની સહમતી સાથેનું પ્રમાણપત્ર શાળામાં રજૂ કરવાનું રહેશે. પ્રત્યેક્ષ શિક્ષણ કાર્યની સાથેસાથે શાળાએ ઓનલાઇન શિક્ષણ કાર્ય પણ ચાલુ રાખવાનું રહેશે. જામનગરમાં પણ આજથી રાજ્ય સરકારની સૂચના અનુસાર ધો. 9 થી 11ના ઓફલાઇન વર્ગોનો પ્રારંભ થયો હતો. શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને હેન્ડ સેનિટાઇઝ કરાવી વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.