ગુજરાતમાં તા.7 ફેબ્રુઆરીને સોમવારથી ધો.1થી 9 નું ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા નિર્ણય કર્યો છે. કોરોનાના કેસો ઘટતા રાજય સરકાર દ્વારા ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા જાહેરાત કરી છે. આ સાથે ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રહેશે.
રાજયમાં કોરોનાના કેસો ઘટતા આજરોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારકા કોર કમીટીની બેઠકમાં તા.7 ફેબ્રુઆરીથી ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા નિર્ણય કરાયો છે. વિદ્યાર્થીઓના અભ્યાસમાં મુશ્કેલીઓ ના પડે તે હેતુથી સરકારનીજૂની એસોપી મુજબ 7મી ફેબ્રુઆરીથી ધો.1 થી 9 નું ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવશે તેમજ ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રહેશે. વાલીઓની સમિતિ સાથે ઓફલાઇન શિક્ષણ શરૂ થશે. શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ ટવીટ કરી આ અંગે માહિતી આપી હતી.