Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરતમાચણમાં બોરમાં પડી જતાં બાળકીના મોતમાં વાડીધારક સામે ફરિયાદ

તમાચણમાં બોરમાં પડી જતાં બાળકીના મોતમાં વાડીધારક સામે ફરિયાદ

- Advertisement -

જામનગર તાલુકાના તમાચણ ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરના ખુલ્લા બોરમાં પડી જતાં અઢી વર્ષની આદિવાસી પરિવારની બાળકીનું મોત નિપજ્યાનું અરેરાટીજનકની ઘટનામાં મૃતક બાળકીના પિતાના નિવેદનના આધારે પોલીસે ખેતર ભાડે રાખનાર વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

 

બનાવની વિગત મુજબ, જામનગરથી 41 કિ.મી.દૂર આવેલા તમાચણ ગામની સીમમાં ચંદુભાઈ ગોવિંદભાઈ ગોહિલે ભાગમાં રાખેલા ખેતરમાં રહેલો પાણીનો જૂનો ખુલ્લા બોરમાં શનિવારે સવારના 9:30 વાગ્યાના અરસામાં લાલુભાઈ વાસ્કલા નામના આદિવાસી ખેતમજૂરની પુત્રી રોશની (ઉ.વ.2.5) નામની બાળકી રમતા રમતા આ બોરમાં પડી જતાં ફસાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતા બાળકીના પિતાએ સરપંચ રામજીભાઈ મકવાણાને જાણ કરી હતી. ત્યારબાદ ફાયરબ્રિગેડ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ, પોલીસ, 108 સહિતની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને બાળકીને બચાવી લેવા માટે રેસ્કયૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જો કે, કલાકોની જહેમત બાદ બાળકીને બહાર કાઢી ન શકાતા સેનાની મદદ લેવામાં આવી હતી. ત્યારબાદ રાત્રિના સમયે વડોદરાની એન.ડી.આર.એફ.ની ટીમ પણ આ રેસ્કયૂ ઓપરેશનમાં સેના અને સ્થાનિક તંત્રની ટીમો સાથે જોડાઈ હતી.

- Advertisement -

રોશનીના રેસ્કયૂ ઓપરેશનમાં જુદી-જુદી ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે, આ બધી ટીમોની સાથે ગ્રામજનો પણ સાથે સાથે જહેમત ઉઠાવી રહ્યા હતાં. તંત્રની ટીમો દ્વારા 21 કલાકની ભારે જહેમત બાદ રોશનીને બચાવી શકાય ન હતી. આખરે બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. બાળકીનો મૃતદેહ સાંપડતા શ્રમિક માતા-પિતાના આક્રંદથી વાતાવરણ શોકમય બની ગયું હતું. આ ઘટના બાદ મૃતક બાળકીના પિતા લાલુભાઈના નિવેદનના આધારે પીએસઆઈ જે.પી. સોઢા તથા સ્ટાફે ચંદુ ગોવિંદભાઈ ગોહિલ વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular