Sunday, January 12, 2025
Homeરાજ્યજામનગરલાખાબાવળની શાળામાં મનિષ બુચ સામે કમિટી બનાવી તપાસ કરવા એનએસયુઆઇની રજૂઆત

લાખાબાવળની શાળામાં મનિષ બુચ સામે કમિટી બનાવી તપાસ કરવા એનએસયુઆઇની રજૂઆત

જિલ્લા શિક્ષણાધિકારીને આપવામાં આવ્યું આવેદન પત્ર

- Advertisement -

લાખાબાવળની શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓને સાથે દુષ્કર્મની ઘટના અંગે એનએસયુઆઇએ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી શાળામાં અન્ય કોઇ વિદ્યાર્થીની સાથે આવી કોઇ ઘટના ઘટી છે કે કેમ તે અંગે તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે.

- Advertisement -

જામનગર એનએસયુઆઇના પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ તથા મહામંત્રી મહિપાલસિંહ જાડેજાની આગેવાની હેઠળ એનએસયુઆઇના કાર્યકરોએ જિલ્લા શિક્ષણાધિકારીને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે, વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર પ્રિન્સીપાલ મનિષ બુચ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પરંતુ શાળામાં આ સિવાય અન્ય કોઇ વિદ્યાર્થીની સાથે આ શિક્ષકે આવું કોઇ કૃત્ય આચર્યુ છે કે, કેમ તે અંગેની તપાસ પણ ખૂબજ જરૂરી બની જાય છે. ત્યારે કમિટી બનાવી આ અંગે ઉંડાણપૂર્વકની તપાસ કરવા તેમજ તપાસમાં જો કોઇ ઘટના સામે આવે તો તાત્કાલિક શાળાની માન્યતા રદ કરવા માંગણી કરવામાં આવી છે.

આ ઉપરાંત મનિષ બુચ ભૂતકાળમાં એક સરકારની ભરતીની પરીક્ષાના પેપરલીંક કાડમાં પણ સંડોવાયેલા હતા તેમજ લાખાબાવળની અક્ષર પ્રિત ઇન્સ્ટીટયુટ ઓફ ફામર્સીમાં પણ ડાયરેકટરનો હોદો ધરાવી ર્હયા છે ત્યારે આ સંસ્થામાં પણ તપાસ થવી જરૂરી છે. જે-જે જગ્યાએ આરોપી મનિષ બુચ કામ કરી રહયા છે અથવા તો કામ કરી ચૂકયા છે તેમજ જે-જે સંસ્થાઓ સાથે સંકળાયેલા છે તે તમામ જગ્યાએ આવી ઘટનાઓ અંગેની તપાસ કરવા માટે એનએસયુઆઇ દ્વારા યુનિવર્સિટી કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular