ભારતમાં જેનેરિક દવાઓ પ્રત્યે લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે. હકીકતે તે દવાઓનો એક સલામત અને પરવડે તેવો વિકલ્પ છે. ભારતમાં જેનેરિક દવાઓની અગ્રણી ઓમની-ચેનલ રીટેઈલર મેડકાર્ટે તાજેતરમાં જ બે સમર્પિત ઓનલાઈન પ્લેટફોર્મ લોન્ચ કર્યા છે, જેમાંથી એક પોર્ટલ છે અને એક એન્ડ્રોઇડ મોબાઈલ એપ્લિકેશન છે, જે ગ્રાહકોને જેનેરિક દવાઓ શોધવા, તેના અંગે જાણકારી મેળવવા અને આ દવાઓ ખરીદવામાં મદદરૂપ બનશે.
દેશમાં લાંબાગાળાની અને જીવનશૈલી સંબંધિત બીમારીઓના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ કારણે પરિવારો પર તેનું આર્થિક ભારણ પણ વધી રહ્યું છે. જોકે તેમ છતાં ભારતીય દવાઓના કુલ વેચાણમાં જેનેરિક દવાઓનો માર્કેટ હિસ્સો ખૂબ જ સામાન્ય કહી શકાય તેવો છે.
એક અભ્યાસ પ્રમાણે કોઈ પણ બીમારી પાછળ થતાં કુલ ખર્ચામાંથી 76% ખર્ચો દવાઓ પાછળ થાય છે. ભારતની સરખામણીએ અમેરિકામાં 85% પ્રીસ્ક્રિપ્શનોમાં દવાઓના જેનેરિક્સના નામો લખવામાં આવે છે. જ્યારે ભારતમાં ડોક્ટરો દ્વારા લખી આપવામાં આવતાં પ્રીસ્ક્રિપ્શનોમાંથી માંડ 1% પ્રીસ્ક્રિપ્શનમાં દવાઓના જેનેરિક નામ લખવામાં આવે છે. આ કારણે વિશેષ, સલામત અને પરવડે તેવા જેનેરિક વિકલ્પો અંગે જાગૃતિનો સર્વસામાન્ય અભાવ તેની લોકપ્રિયતા અને તેને મોટા પાયે અપનાવવાને આડે રહેલા મુખ્ય અવરોધોમાંથી એક છે.
મેડકાર્ટ દ્વારા લોન્ચ કરવામાં આવેલા 2 ઓનલાઈન પ્લેટફોર્મ ગ્રાહકોને જેનેરિક દવાઓ શોધવા, તેના અંગે જાણકારી મેળવવા અને આ દવાઓ ખરીદવામાં મદદરૂપ બનશે. ઉપયોગમાં સરળ એવા આ પ્લેટફોર્મ પરથી જેનેરિક દવાઓ અંગેની માહિતી મળી રહેશે.