Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં શ્રાવણી લોકમેળાને ધ્યાનમાં રાખીને પ્રતિબંધિત માર્ગ અંગેનું જાહેરનામું

જામનગર શહેરમાં શ્રાવણી લોકમેળાને ધ્યાનમાં રાખીને પ્રતિબંધિત માર્ગ અંગેનું જાહેરનામું

આજથી તા.૨૪ ઓગસ્ટ સુધી સાતરસ્તા સર્કલથી જિલ્લા પંચાયત સુધીનો માર્ગ તમામ પ્રકારના વાહનો માટે તથા મીગકોલોનીથી નવા એસ.ટી. બસ સ્ટેન્ડ તેમજ જૂના આર.ટી.ઓ કચેરીની પાછળનો નવો માર્ગ એસ.ટી. બસ સિવાયના તમામ વાહનો માટે પ્રતિબંધિત રહેશે

- Advertisement -

જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જામનગર શહેરમાં શ્રાવણી લોકમેળો, ૨૦૨૫નું આયોજન પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. આ તહેવારની ઉજવણી દરમ્યાન મોટી સંખ્યામાં ઉત્સવ પ્રેમીઓ એકઠા થતા હોવાથી વાહનોની અવર-જવર કરવાથી ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવિત થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આજે તા.૧૪/૦૮/૨૦૨૫ થી આગામી તા.૨૪/૦૮/૨૦૨૫ સુધીના સમયગાળા દરમ્યાન પ્રતિબંધિત માર્ગ અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

જે મુજબ, તા.૨૪ ઓગસ્ટ સુધી રોજ સવારના ૮:૦૦ કલાકથી રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી જામનગર શહેરના સાત રસ્તા સર્કલથી જિલ્લા પંચાયત સુધીનો રસ્તો તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે. તથા મીગકોલોનીથી નવા એસ.ટી. બસ સ્ટેન્ડ તેમજ જૂના આર.ટી.ઓ કચેરીની પાછળનો નવો માર્ગ એસ.ટી. બસ સિવાયના તમામ વાહનો માટે પ્રતિબંધિત રહેશે.

- Advertisement -

વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં બેડી ગેઇટ તરફથી સાત રસ્તા સર્કલ તરફ આવતા વાહનો ટાઉન હોલથી અપના બજારથી તળાવની પાળથી આશાપુરા હોટલ તરફ જઇ શકશે.

સાત રસ્તાથી લાલ બંગલા સર્કલ તરફ જતા વાહનો સાત રસ્તાથી ગુરૂદ્વારા સર્કલથી લાલ બંગલા સર્કલ તરફ અને ગુરુદ્વારાથી અંબર ચોકડી તરફ જઇ શકશે.

- Advertisement -

મીગ કૉલોની તરફથી આવતા તમામ વાહનચાલકો જય માતાજી હોટલ થઇ તળાવની પાળ આશાપુરા હોટલ તરફ જઇ શકાશે.

એસ.ટી બસ માટે આવવા માટેનો વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં,

૧) લાલપુર તરફથી આવતી બસો લાલપુર બાયપાસ થઇ ખંભાળિયા બાયપાસથી સમર્પણ સર્કલથી દિગ્જામ સર્કલથી સંતોષી મંદીરથી સત્યમ હોટલથી પંચવટી બ્રુકબોન્ડથી જી.જી.હોસ્પીટલથી અંબર ચોકડીથી બેડી ગેઇટથી ટાઉનહોલથી ભીડ ભંજન મંદીરના કટથી સ્પોર્ટ સંકુલથી જૂની આર.ટી.ઓ.કચેરીના પાછળના ભાગેના નવા રસ્તે થઇ એસ.ટી.બસ સ્ટેન્ડ ખાતે જઇ શકશે.

૨) દેવભૂમિ દ્વારકા-ખંભાળિયા તરફથી આવતી એસ.ટી. બસો ખંભાળિયા બાયપાસથી સમર્પણ સર્કલથી દિગ્જામ સર્કલથી સંતોષી મંદિરથી સત્યમ હોટલથી પંચવટી બ્રુકબોન્ડથી જી.જી.હોસ્પિટલથી અંબર ચોકડીથી બેડી ગેઇટથી ટાઉનહોલથી ભીડ ભંજન મંદિરના કટથી સ્પોર્ટ સંકુલથી જૂની આર.ટી.ઓ કચેરીના પાછળના ભાગેના નવા રસ્તે થઇ એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે જઇ શકશે.

૩) કાલાવડ તરફથી આવતી બસો ઠેબા ચોકડીથી મહાપ્રભુજીની બેઠકથી રાજપાર્કથી સુભાષબ્રીજ થી ત્રણ દરવાજાથી બેડી ગેઇટથી ટાઉનહોલથી ભીડ ભંજન મંદીરના કટથી સ્પોર્ટ સંકુલથી જૂની આર.ટી.ઓ કચેરીના પાછળના ભાગેના નવા રસ્તે થઇ એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે જઇ શકશે.

૪) રાજકોટ તરફથી આવતી બસો ગુલાબનગરથી રાજપાર્કથી સુભાષ બ્રીજથી ત્રણ દરવાજાથી બેડી ગેઇટથી ટાઉનહોલથી ભીડભંજન મંદીરના કટથી સ્પોર્ટ સંકુલથી જૂની આર.ટી.ઓ કચેરીના પાછળના ભાગેના નવા રસ્તે થઇ એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે જઇ શકશે.

એસ.ટી.બસોનો જવાનો માર્ગ આ મુજબ છે.

૧) લાલપુર તરફ જતી બસોને એસ.ટી. બસ સ્ટેન્ડથી મીગ કૉલોનીથી સાત રસ્તા સર્કલથી જનતા ફાટકથી ૧ રૂપિયા સર્કલથી જકાતનાકા સર્કલથી સાંઢિયાપુલ થઇ લાલપુર બાયપાસ તરફ જઇ શકાશે.

૨) દેવભૂમિ દ્વારકા-ખંભાળિયા તરફ જતી બસોને એસ.ટી. બસ સ્ટેન્ડથી મીગ કોલોનીથી સાત રસ્તા સર્કલથી સંતોષી મંદિરથી દિગ્જામ સર્કલથી સમર્પણ સર્કલ થઇ ખંભાળિયા- દેવભૂમિ દ્વારકા તરફ જઇ શકાશે.

૩) રાજકોટ –કાલાવડ તરફ જતી બસોને એસ.ટી.બસ સ્ટેન્ડથી મીગ કૉલોનીથી સાત રસ્તા સર્કલથી સંતોષી મંદીરથી પંચવટી બ્રુક બોન્ડ સર્કલથી ડી.કે.વી. સર્કલથી જી.જી.હોસ્પિટલથી અંબર ચોકડીથી સુભાષબ્રિજ થઇ રાજકોટ-કાલાવડ તરફ જઇ શકાશે.

આ જાહેરનામું નીચેના વાહનોને લાગુ પડશે નહીં.

આરોગ્યસેવા માટે જતા અથવા આવતા એમ્બ્યુલન્સ વાહનો, ફાયર વિભાગના વાહનો, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ફરજ પર રહેલ કર્મચારી/અધિકારી/પોલીસ વિભાગના વાહનો., તાત્કાલિક કામગીરી માટે વપરાતા સરકારી વાહનો, વિજ પુરવઠો, પાણી પુરવઠો, ગેસ લીકેજ જેવી સેવાઓમાં જોડાયેલા જરૂરી સેવાઓના વાહનોને જરૂર મુજબ ખરાઇ કરીને મૂક્તિ આપવાની રહેશે.પ્રતિબંધત માર્ગ સ્થિત સરકારી વસાહતમાં વસતા અધિકારીઓ/કર્મચારીઓની ખરાઇ કરી મૂક્તિ આપવાની રહેશે. મેળામાં આવતા વાહનો પાર્કિંગ માટે પત્રકાર કૉલોની સુધી જઇ શકશે.

આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular