ભિક્ષુઓને લઇને સુપ્રિમ કોર્ટમાં એક અરજી થઇ હતી. જેમાં વિચિત્ર માંગ કરતાં અરજદારે કહ્યું હતું કે જાહેર સ્થળોએ ભિક્ષા માગવા પર પ્રતિબંધ મુકવો જોઇએ. આ માંગણીને સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી હતી અને સાથે અરજદારોને ટકોર કરતાં કહ્રયું હતું કે, કોઇ પોતાની મરજીથી ભીખ નથી માંગતું. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, આપણે એવો દ્રષ્ટિકોમ ન રાખી શકીએ કે કોઇ પણ ભીખ માગનારી વ્યકિત રસ્તા પર ન દેખાવી જોઇએ. ભીખ માગવી તે સામાજિક અને આર્થિક સમસ્યા છે. શિક્ષણ અને રોજગારીના અભાવે કેટલાક લોકો પોતાની મૂળભૂત જરૂરિયાતો પુરી કરવા માટે ભીક્ષા માગવા માટે મજબૂરક થાય છે. કોઇ પોતાની મરજીથી ભીખ નથી માંગતું અરજદારે સાથે એવી પણ માંગણ કરી હતી કે, જે પણ વ્યકિત જાહેરમાં ભીક્ષા માગતી હોય તેમની કોરોના ટેસ્ટ અને રસીકરણ થવું જોઇએ. આ માંગણીને લઇને સુપ્રિમકોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. સુપ્રિમ કોર્ટના ન્યાયાધિશ ડીવાય ચંદ્રચુડની બેન્ચે કહ્યું કે લોકો પાસે શિક્ષણ અને રોજગારીનો અભાવ છે તેઓએ પોતાની જરૂરિયાત પુરી કરવી હોય છે તેથી ભીક્ષા માગવા મજબૂર થાય છે.
કોઇને ભીખ માગતા ન અટકાવી શકાય : સુપ્રિમ
કોઇ મરજીથી ભીખ નથી માગતું, જરૂરિયાતો પૂરી કરવા માટે મજબૂર થાય છે


