Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયNISAR આગામી ત્રણ મહિનામાં કામ કરવાનું શરૂ કરશે : તે 747 કિલોમીટરની...

NISAR આગામી ત્રણ મહિનામાં કામ કરવાનું શરૂ કરશે : તે 747 કિલોમીટરની ભ્રમણ કક્ષામાં છે

નાસા અને ઈસરોના NISAR ઉપગ્રહને 30 જુલાઈ 2025ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. તે આગામી ત્રણ મહિનામાં કામ કરવાનું શરૂ કરશે. તે પૃથ્વીની જમીન, બરફ, જંગલો અને ભુકંપ-જ્વાળામુખીની ગતિવિધિઓનું નજીકથી નિરીક્ષણ કરશે. જ્યારે L-બેન્ડ અને S-બેન્ડ રડાર વાદળોમાં પણ કામ કરશે.

- Advertisement -

નાસા અને ઈસરોનું સંયુકત મિશન NISAR આગામી ત્રણ મહિનામાં કામ કરવાનું શરૂ કરશે. જ્યારે 30 જુલાઈ 2025 ના રોજ લોન્ચ થયા પછી નાસા ઇસરો સિન્થેટિક ઓપર્ચર રડાર તેના વિવિધ ભાગોને એક પછી એક સક્રિય કરી રહ્યું છે. તેનું 39 ફુટ પહોળુ રડાર એન્ટીના રિફલેકટર 15 ઓગસ્ટના રોજ ખોલવામાં આવ્યું છે. આ ઉપગ્રહ પૃથ્વીની જમીન બરફ, જંગલો અને ઈમારતોની દરેક નાની-મોટી ગતિવિધિઓનં નિરીક્ષણ કરશે. જ્યારે કુદરતી આપદા જેવી કે જ્વાળામુખી, ભુકંપ, ભુસ્ખલન વગેરેની અપડેટો પણ ચેક કરશે.

NISAR ભારત-અમેરિકાના અવકાશ સહયોગનું ઉદાહરણ છે. ISRO એડ-બેન્ડનું રડાર અને સેટેલાઈટ બસ બનાવી જ્યારે NASA એ L-બેન્ડ રડાર, એન્ટેના અને ડેટા સિસ્ટમ પુરી પાડી સતિષ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરાયેલા આ ઉપગ્રહ હવે 747 કિલોમીટરની ભ્રમણકક્ષામાં છે. ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક તેને નિયંત્રિત કરી રહ્યું છે. જ્યારે NASA નું જેટ પ્રોપલેશન લોેબોરેટરી અને ગોડાર્ડ સ્પેસ ફલાઈટ સેન્ટર ડેટાનું સંચાલન કરી રહ્યા છે. NISAR એક અનોખો ઉપગ્રહ છે જે પૃથ્વીની સપાટીનું પહેલાં કરતા વધુ નજીકથી અવલોકન કરશે. તેની L-બેન્ડ અને S-બેન્ડ રડાર સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે. એક સાથે આ બે સિસ્ટમો જંગલ, બરફ માટીની ભેજ અને જમીનની ગતિવિધિને માપશે. આ ઉપગ્રહ દર 12 દિવસે બે વાર પૃથ્વીના મોટાભાગના ભાગોને સ્કેન કરશે. વાદળો અને વરસાદ છતા NISAR ના રડાર દિવસ અને રાત કામ કરી શકે છે. L-બેન્ડ રડાર જંગલોની અંદર માટી અને બાયોમાસ માપશે. જ્યારે S-બેન્ડ રડાર બરફમાં નાની વનસ્પતિ, ખેતી અને ભેજ પર નજર રાખશે. તે ભુકંપ, જ્વાળામુખી અને ભુસ્ખલ પહેલાં અને પછી જમીનની નાની હિલચાલ પણ કેપ્ચર કરશે. આમ આ ભાગીદારી દ્વારા મળતો ડેટા વૈજ્ઞાનિકો અને સામાન્ય લોકો માટે પણ ફાયદાકારક રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular