જામનગર શહેરમાં બેડીના આઝાદ ચોક વિસ્તારમાંથી એલસીબીની ટીમે વર્લીના આંકડા લખી પૈસાની હારજીત કરતાં બે શખ્સોને રૂા.16,370 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુરના ગાંધીચોક વિસ્તારમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખતા શખ્સને પોલીસે રેઈડ દરમિયાન રૂા.7050 ની રોકડ રકમ અને સાહિત્ય સાથે ઝડપી લીધા હતાં. જામનગર તાલુકાના ધુડશિયા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.4,040 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગતમુજબ, પ્રથમ દરોડો જામનગરના બેડી વિસ્તારમાં આવેલા આઝાદ ચોકમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતાં ઈમરાન સલીમ બ્લોચ સુરાણા, અસગર ઈસ્માઇલ કોરેજા નામના બે શખ્સોને પોલીસે એલસીબીએ રેઇડ દરમિયાન રૂા.8370 ની રોકડ રકમ અને રૂા.8000 ની કિંમતના બે મોબાઇલ ફોન સહિત રૂા.16,370 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં રજાક નુરમામદ સાયચા નાશી ગયો હોવાનું ખૂલતાં એલસીબીએ ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી માટે સિટી બી ડીવીઝનને સોંપી આપ્યા હતાં.
બીજો દરોડો, જામજોધપુર ગામમાં ગાંધીચોક પાસે જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમિયાન મુકેશ રૂગનાથ મણવર નામના પ્રૌઢ શખ્સને ઝડપી લઇ તેની પાસેથી રૂા.7050 ની રોકડ રકમ અને અને વર્લીના આંકડા લખેલી સ્લીપ સાથે ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર તાલુકાના ધુડશિયા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા જીતેશ સવજી સીતાપરા, ધીરુ મગન સીતાપરા, વનરાજ રણછોડ સીતાપરા, લલિત થોભણ રોરિયા, ચંદુ નરશી રોરિયા, જગદીશ કારુ સીતાપરા નામના છ શખ્સોને રૂા.4,040 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.