જામનગર શહેરમાં હર્ષદમીલની ચાલી વિસ્તારમાંથી છ શખ્સોને જૂગર રમતા રૂા.32080 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાંથી તીનપતિ રમતા ત્રણ શખ્સોને દબોચી લઇ તેની પાસેથી રૂા.2950 ની રોકડ અને ગંજીપના જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરમાં હર્ષદમીલની ચાલી બાઈની વાડી પાસે તીનપતિનો જૂગાર રમતા હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે રેઈડ દરમિયાન દિલીપ ઘેલુ સાદીયા, જગદીશ જેઠા ગોહિલ, હિતેશ માધા ભટ્ટી, રોહિત દિનેશ ચૌહાણ, પ્રકાશ જેઠા પરમાર અને અશ્ર્વિન મુળજી નામના છ શખ્સોને રૂા.10,080ની રોકડ, ગંજીપના , રૂા.22 હજારની કિંમતના ચાર મોબાઇલ મળી કુલ રૂા.32,080 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના ગોકુલનગર મયુરનગર બાપાસીતારામની મઢુલી સામેના વિસ્તારમાંથી પોલીસે જૂગાર સંબંધિત દરોડામાં સોમા ભાણજી રાઠોડ, અજય કેશુ સીતાપરા, રાકેશ રમેશ પરમાર નામના ત્રણ શખ્સોને સ્ટ્રીટલાઈટના અંજવાળે જાહેરમાં તીનપતિનો જૂગાર રમી પૈસાની હારજીત કરતા દબોચી લઇ તેની પાસેથી રૂા.2950 ની રોકડ અને ગંજીપના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.