જામજોધપુર તાલુકાના બાલવા ગામના સોસાયટી વિસ્તારમાં જાહેરમાં જૂગાર રમતા નવ શખ્સોની પોલીસે રૂા.10220 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના બાલવા ગામની સોસાયટી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતા મોહન હીરાભાઈ વાવેચા, અજય રમેશભાઈ મકવાણા, અનિલ નારણભાઈ રાઠોડ, પ્રવિણ રણછોડભાઈ સોલંકી, રવિરાજસિંહ સુખુભા ઝાલા, શૈલેષ સુભાષભાઈ વાવેચા, હસમુખ દાનજીભાઈ સીંગરખીયા, ચિરાગ દેવજીભાઈ ચાવડા, શ્યામ મેઘજીભાઈ ચુડાસમા નામના નવ શખ્સોને સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.10220 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.