જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક વિસ્તારમાંથી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખાએ રોઝડું (નિલ ગાય) પકડી પાંજરે પૂરૂં હતું.
ઉલ્લેખનિય છે કે, થોડા દિવસો પૂર્વે પણ ઓશવાળ નજીક રોઝડું જોવા મળ્યું હતું. ત્યારે શહેરમાં ફરી વખત રોઝડું ઘુસી જતાં શહેરીજનોમાં અચરજ ફેલાયું હતું. આ અંગે જામનગર મહાનગરપાલિકાને સોલિડ વેસ્ટ વિભાગને જાણ થતાં સોલિડ વેસ્ટ વિભાગની ટીમ આ વિસ્તારમાં પહોંચી જઇ રોઝડું પકડી પાડયું હતું.