ગુજરાતમાં ગઈકાલે 6મહિના બાદ કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો હતો. ગઈકાલે 111 કેસ નોંધાયા હતા. કોરોનાનો ફેલાવો અટકાવવા માટે ગુજરાતના 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુંનો સમય વધારવામાં આવ્યો છે. આગાઉ જામનગર સહીત રાજ્યના 8મહાનગરોમાં રાત્રી કર્ફ્યું રાત્રીના 1 થી સવારે 5 વાગ્યા સુધી હતો. પરંતુ હવે રાત્રીના 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યું રહેશે.
જામનગર સહીત રાજ્યના 8 મહાનગરોમાં રાતના 11થી સવાર 5 વાગ્યા સુધી કર્ફ્યું રહેશે. આવતીકાલથી એટલે કે શનિવારથી કર્ફ્યુંનો નવો સમય લાગુ થશે. રાત્રીના 11 વાગ્યા સુધી તમામ દુકાનો અને વેપાર ધંધા ચાલુ રાખી શકાશે. સલુન, લારીગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્ષ રાત્રીના 11 વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે. 25 ડીસેમ્બર આવતીકાલથી જ કર્ફ્યુંના સમયમાં ફેરફાર થવાનો હોવાથી 31 ડીસેમ્બરની ઉજવણી 8મહાનગરોમાં થઇ શકશે નહી.
અંતે ઉલ્લેખનીય છે કે કોરોનાના નવા ઓમીક્રોન વેરિયન્ટના કેસોમાં વધારો થતા સરકાર દ્વારા આ નિણર્ય લેવામાં આવ્યો છે.