દુનિયાનું સૌથી ધનિક શહેર કયું છે? આ આઈટી હબ તરીકે ઓળખાતી સિલિકોન સિટી, લંડન, પેરિસ કે પછી મુંબઈ નથી. તે છે અમેરિકાનું ન્યુયોર્ક. ધનિકોની દૃષ્ટિએ સૌથી ધનિક શહેર ન્યુયોર્ક છે.
અહીં 3,40,000 કરોડપતિ 58 અબજપતિ રહે છે. તેના પછી સૌથી ધનિક શહેરોની યાદીમાં બીજા ક્રમે જાપાનનું ટોક્યો અને અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા સાન ફ્રાન્સિસ્કોના બે એરિયાનું નામ આવે છે. ધનિક શહેરોની આ યાદી ઈન્વેસ્ટમેન્ટ માઈગ્રેશન કંપની હેનલે એન્ડ પાર્ટનર્સે તૈયાર કરી છે.
આ રિપોર્ટ ઓછામાં ઓછા 10 લાખ ડોલરથી વધુ ઈન્વેસ્ટમેન્ટ કેપિટલ ધરાવતા ધનિકોને આધારે તૈયાર કરાયો છે. ધનિક શહેરોની યાદીમાં ભારતના પણ અમુક શહેરોને સામેલ કરાયા છે. આ યાદી અનુસાર મુંબઈમાં 59400 હાઈ નેટવર્થવાળા ઈન્ડિડવિડ્યુઅલ અને 29 અબજોપતિ છે. તેના પછી દિલ્હીનો નંબર આવે છે જ્યાં 16 અબજોપતિ આવેલા છે. પછી બેંગ્લુરુમાં 8 અબજપતિ, હૈદરાબાદમાં 5 અને કોલકાતામાં 7 અબજપતિ આવેલા છે.