લોકોના આપણે પ્રાણીઓ અથવા પ્રકૃતિ માટે અપાર પ્રેમના અનેક ઉદાહરણો જોયા હશે પરંતુ પોતાની કાર પ્રત્યેનો પ્રેમનો એક અલગ જ કિસ્સો અમરેલીના પાડરશિંગાના સંજય પોલેરાનો સામે આવ્યો છે. પાડરશિંગાના સંજયભાઈ નું માનવું છે કે આ કાર લીધા બાદ જીવનમાં આર્થિક સમૃદ્ધિ આવી હોય તો આ કારને કોઈને વેચવા કે ભંગારમાં આપતા જીવ ન ચાલતા તેને પોતાની જમીનમાં સમાધિ આપી કાયમી યાદગીરી બનાવી લીધી.
કારને વિદાય આપવાનો કાયદેસરનો પ્રસંગ ઉજવાયો હતો. સંતો-મહંતોની હાજરીમાં કારને સમાધિ અપાઈ તેમજ 1500 લોકોનો જમણવાર, કંકોત્રી દ્વારા મહેમાનોને આમંત્રણ, ડીજે સાથે ગામમાં સામૈયું, રાસ-ગરબા, કારને વિદાય પહેલા ફૂલોથી શણગારવામાં પણ આવી. સંજયભાઈ પોલરાએ પોતાની વહાલી કારની કાયમી યાદગીરી રહે તે માટે વાડીમાં કારને જે સ્થળે સા આપવામા આવી છે તે સ્થળે તેના પર વૃક્ષ વાવવાનો પણ નિર્ણય કર્યો છે.