Sunday, January 5, 2025
Homeરાજ્યજામનગરપ્રાઈમ ઇન્ટરનેશલ સ્કૂલ ખાતે રાષ્ટ્રિય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ

પ્રાઈમ ઇન્ટરનેશલ સ્કૂલ ખાતે રાષ્ટ્રિય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ

- Advertisement -

ફેબ્રુઆરી મહિનાની ૨૮મી તારીખ સમગ્ર દેશવાસીઓ માટે ખાસ કરીને વિજ્ઞાન જગતમાં મહત્વની ગણાય છે. ૨૮મી ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ ડૉ. ચંદ્રશેખર વેંકટરામને (સર સી.વી. રામન) ‘રામન ઈફેકટ’ની શોધ પૂરી કરી હતી. તેમની યાદમાં જ આ દિન ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ તરીકે ઊજવાય છે. ત્યારે ૨૮ મી ફેબ્રુઆરી રોજ “ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ” હોવાથી જામનગરમાં આવેલ પ્રાઈમ ઇન્ટરનશનલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -

જેમાં પ્રાઈમ ઇન્ટરનશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનને લગતા પ્રોજેક્ટ બનાવમાં આવ્યા હતા. અને તેનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓએ મોટી સંખ્યામાં પ્રદર્શન નિહાળ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા બનાવામાં આવેલ દિવ્યાંગ માટે લાકડી, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ટેકનલોજીથી સજ્જ કચરા પેટી સહિતના પ્રોજેકટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ કાર્યક્રમ સ્કૂલના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહયોગથી સફળ બન્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular