Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરામાં નેશનલ લોક અદાલત સંદર્ભે શુ કહ્યુ ડિસ્ટ્રીકટ જજે ?

Video : જામનગરામાં નેશનલ લોક અદાલત સંદર્ભે શુ કહ્યુ ડિસ્ટ્રીકટ જજે ?

- Advertisement -

જામનગર શહેરની ડીસ્ટ્રીકટ કોર્ટમાં આજે ગુજરાત રાજ્ય કાનુની સેવા સતા મંડળ-અમદાવાદના ઉપક્રમે જામનગર જિલ્લા કાનૂની સેવા સતા મંડળના માર્ગદર્શન હેઠળ દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવા માટે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

અમદાવાદના ગુજરાત રાજ્ય કાનુની સેવા સતા મંડળના ઉપક્રમે જામનગર જિલ્લા કાનૂની સેવા સતા મંડળના માર્ગદર્શન હેઠળ જિલ્લા તેમજ તાલુકા સેવા સમિતિઓ દ્વારા આજે તા.13 ના શનિવારે દિવાની તથા ફોજદારી કેસોના સમાધાનથી નિકાલ કરવા માટે જામનગરની ડિસ્ટ્રીકટ કોર્ટના કોન્ફરન્સ રૂમમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નેશનલ લોક અદાલતનો પ્રારંભ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ જામનગર એમ.આર. ચૌધરી, એડીશનલ ડિસ્ટ્રીકટ જજ શ્રીમતિ એ.એ.વ્યાસ, જામનગર જિલ્લા કાનુની સેવા સતા મંડળના સચિવ જે.પી. પરમાર તથા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને બાર એસોસિએશનના ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા દ્વારા દિપપ્રાગટય કરી લોક અદાલતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular