જામનગરના યશવંતીબેનના લગ્ન મુંબઇ મુકામે રહેતા નરેશ મગનલાલ રાજ્યગુરુ સાથે થયા હતાં અને લગ્નજીવન દરમિયાન એક પુત્રનો જન્મ થયો હતો. લગ્નજીવન દરમિયાન યશવંતીબેનને તેણીના પતિ દ્વારા શારીરિક માનસિક દુ:ખત્રાસ આપતા અને યશવંતીબેનને તેણીના પતિ દ્વારા શારીરિક-માનસિક દુ:ખત્રાસ આપી પહેરેલ કપડે કાઢી મુકતા યશવંતીબેન દ્વારા જામનગર ફેમિલી કોર્ટમાં પોતાનું તથા સગીર પુત્રનું ભરણપોષણ મેળવવા કેસ દાખલ કર્યો હતો. પતિ નરેશભાઇ પ્રખ્યાત કથાકાર હોય તેઓનું ખૂબ જ મોટું નામ હોય દેશ-વિદેશમાં કથાકાર તરીકે જતાં આવતાં હોય વગેરે બાબતો અદાલત સમક્ષ રજુ કરી ભરણપોષણ મેળવવા કેસ દાખલ કર્યો હતો.
પતિ નરેશભાઇ પ્રખ્યાત કથાકાર હોય તેઓનું ખૂબ જ મોટુ નામ હોય દેશ-વિદેશમાં કથાકાર તરીકે જતાં આવતાં હોય વગેરે બાબતો અદાલત સમક્ષ રજૂ કરી ભરણપોષણ અપાવવાની માગણી કરી હતી. જે તમામ રજૂઆત દલીલ ધ્યાને લઇ જામનગર ફેમિલિ કોર્ટના જજ એમ.એસ. સોની દ્વારા યશવંતીબેનને માસિક રૂા. 25000 તથા સગીરપુત્રને માસિક રૂા. 15000 એમ કુલ મળી માસિક રૂા. 4000 ભરણપોષણ ચૂકવવા કથાકાર પતિ નરેશ મગનલાલ રાજ્યગુરુને આદેશ કરેલ છે. આ કેસમાં યશવંતીબેન તરફે વકીલ સંજય સી. દાઉદીયા તથા ભાવિકાબેન પી. જોશી રોકાયા હતાં.