નગરશ્રેષ્ઠી રમણીકલાલ શાહને જન્મદિવસ નિમિત્તે આણદાબાવા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી મહારાજએ આશીર્વચન પાઠવ્યા હતાં.
અઘ્યાત્મ જગતમાં જેનું નામ પ્રાત: સ્મરણીય છે એવા આણદાબાવા સેવા સંસ્થાનાં સાધુપુરુષ દેવપ્રસાદજી મહારાજનાં આશીર્વાદ રમણીકલાલ શાહને સદેવ મળતા રહયા છે. ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટ સાથે જોડાયેલી મોટા ભાગની સંસ્થાઓનાં ખાતમુહૂર્તમાં કે અન્ય કાર્યક્રમોમાં દેવપ્રસાદજી મહારાજનાં આશીર્વચનથી જ તમામ વિકાસ કાર્યો નિવિર્ધ્ને પૂર્ણ થયા છે. રમણીકલાલ શાહનું સ્પષ્ટપણે એવું માનવું છે કે પૂજય દેવપ્રસાદજી મહારાજ જેવી પ્રખર ચેતનાઓ નગર, શહેર, કે જગતનાં હજાર જન્મોનાં પૃણ્ય પછી અવતરતી હોય છે. આવા યુગ પુરૂષનાં આશીર્વાદ દ્વારા જ મનુષ્યમાં ધેર્ય, સાહસ, શાલીનતા, સહનશકિત અને જરૂર પડયે અનાશકિત જેવા ગુણો વિકસતા હોય છે. ખાસ કરીને નવાનગર માટે તો પુજય દેવપ્રસાદજી મહારાજ નગરનું પરભવનું ભાથું છે એમ કહેવામાં જરાય આતિશયોકિત નથી.