ભગવાન બુધ્ધની 2567 મી જન્મજયંતીની જામનગરમાં ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત બૌધ્ધ ઉપાસક-ઉપાસિકા સંઘ જામનગર દ્વારા આજરોજ જામનગર યાત્રા તથા સમૂહ બુધ્ધ વંદનાનું આયોજન કરાયું હતું.
સવારે 9 વાગ્યે લાલ બંગલા નજીક આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતેથી નગરયાત્રા યોજાઈ હતી. જે શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર ફરી લાલ બંગલા નજીક આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી. જેમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.