જામજોધપુર તાલુકાના જામવાળી ગામે આજે સવારે એક ખેડૂતના રહેણાંક મકાનમાં રહસ્યમય બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી છે. જો કે કોઇ જાનહાનિના અહેવાલો નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર જામજોધપુર તાલુકાના જામવાળી ગામે આવેલી સ્કુલની બાજુમાં રહેતા ખેડૂત જમનભાઇના રહેણાંક મકાનમાં આજે વહેલી સવારે ભેદી બ્લાસ્ટ થયો હતો. જેને પગલે આસપાસના વિસ્તારોમાં અફડાતફડીનો માહોલ પ્રસરી ગયો હતો. લોકો એકત્ર થઇ ગયા હતા. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ દોી આવ્યો હતો અને તપાસમાં લાગ્યો હતો. બ્લાસ્ટની આ ઘટનામાં કોઇ જાનહાનિ થવા પામી નથી. પ્રાથમિક તપાસ દરમિયાન ગેસ ચાલુ રહી જતાં આ બ્લાસ્ટ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.