Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરનું મહેમાન બન્યું મ્યુટ સ્વાન, જુઓ સુંદર VIDEO

જામનગરનું મહેમાન બન્યું મ્યુટ સ્વાન, જુઓ સુંદર VIDEO

વિદેશી પક્ષીઓનો અડ્ડો ગણાતા જામનગરમાં બેડી બંદર નજીક ઢીચડા તળાવમાં યુરોપ ખંડનુ હંસની પ્રજાતિઓમાનું મ્યૂટ સ્વાન આ વખતે મહેમાન બન્યું છે. પક્ષી પ્રેમીઓ તેની વિવિધ મુદ્રાઓ ને કેદ કરવા માટે આકર્ષાયા છે. હંસની આ પ્રજાતિ હિન્દુ શાસ્ત્રમાં દેવી સરસ્વતીનું વાહન છે.

- Advertisement -

અત્યંત સુંદર દેખાતું મ્યૂટ સ્વાન ૭ થી ૯ ફૂટ પાંખોનો ઘેરાવો ધરાવતું આ પક્ષી વળાંકવાળી નાજુક નમણી ડોકથી અન્ય પક્ષીઓ કરતા રોયલ દેખાય છે. તેનુ વજન આશરે 14 કિલોગ્રામ જેટલું હોય છે. આ પક્ષી ભારતમાં ઘણા વર્ષો પછી દેખાયું છે. આ હંસ ખૂબ ઓછો અવાજ કરે છે તેથી મ્યૂટ સ્વાન કહેવાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular