નિર્મલા સીતારમણ જયારથી નાણાંમંત્રી બન્યા છે ત્યારથી બજેટના પ્રેઝન્ટેશનમાં અને બજેટ પહેલાંની પ્રક્રિયામાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યો છે. જુની બ્રિફકેસની જગ્યાએ લેપટોપ, ટેબલેટ સાથે-સાથે રાષ્ટ્રિય મહોર સાથેની બજેટની બેગ ભારે આકર્ષણ જમાવ્યું છે. સાથે-સાથે બજેટનું પ્રેઝન્ટેશન એક અલગ ઇવેન્ટ બની ગઇ છે. કેન્દ્રિય બજેટ સાથે રાજ્યના નાણાંમંત્રી પણ હાઇફાઇ બન્યા છે. તો જામ્યુકોના મ્યુનિ. કમિશનર કેમ પાછળ રહે ? ગઇકાલે રજૂ થયેલાં જામ્યુકોના બજેટમાં પણ મ્યુનિ. કમિશનર નાણાંમંત્રીની અદામાં જોવા મળ્યા હતા. તેઓ એક થેલામાં બજેટની કોપી લઇને સ્ટેન્ડીંગ હોલમાં પહોંચ્યા હતા. તેમની સાથે બજેટ તૈયાર કરનાર ચીફ એકાઉન્ટન્ટ જીજ્ઞેશ નિર્મલ પણ સુટબુટમાં જોવા મળ્યા હતા.