જામનગર મહાનગરપાલિકા દ્વારા 14 મા નાણાંપંચની ગ્રાન્ટ હેઠળ નવા પમ્પ હાઉસમાં 30 એમએલડી ફિલ્ટર પ્લાન્ટ બનાવવાની તેમજ 286 લીટર સમ્પના ચાલુ કામોની સાઈટ પર મ્યુનિસીપલ કમિશનર વિજય ખરાડીએ નિરીક્ષણ કર્યુ હતું અને આ નિરીક્ષણ દરમિયાન કાર્યપાલક ઈજનેર પી.સી. બોખાણી તથા ડેપ્યુટી ઈજનેર નરેશ પટેલ સહિતના અધિકારીઓ પાસેથી કામોની વિગતો મેળવી અને આ કામ તાત્કાલિક પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી.