Friday, December 5, 2025
HomeUncategorizedસંયુકત રાષ્ટ્ર સંઘના મુખ્યાલય ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરતા સાંસદ...

સંયુકત રાષ્ટ્ર સંઘના મુખ્યાલય ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરતા સાંસદ પૂનમબેન

યુનાઇટેડ નેશન (સંયુકત રાષ્ટ્ર સંઘ)ની સંયુકત પરીષદમાં ભાગ લેવા અમેરીકા ગયેલા જામનગર લોકસભાના સાંસદ પૂનમબેન માડમે ન્યુયોર્કમાં સાથી સાંસદો સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી વંદન કર્યા હતાં.

- Advertisement -

જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમ હાલ અમેરીકામાં યુનાઇટેડ નેશનની વૈશ્વિક પરીષદમાં ભાગ લેવા અમેરીકા ગયા છે જ્યાં સંયુકત રાષ્ટ્રના મથક ન્યુયોર્કમાં, સાથી સાંસદો સાથે ભારતના રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમા સમક્ષ, પુષ્પાંજલી અર્પણ કરી હતી. તેમજ પૂ. ગાંધીજીના સત્ય, અહિંસા, સ્વચ્છતા સહિતના વિચારો, આદર્શો અને જીવન દર્શન વૈશ્વિક શાંતિ અને સદભાવ માટે આજે પણ સાંપ્રત હોવાનું સંસદસભ્ય પૂનમબેન માડમએ જણાવ્યું હતું.

સંયુકત રાષ્ટ્ર સંઘના ઇન્ટરનેશનલ ક્રાઇસિસ ગ્રુપના ડિરેકટર રિચર્ડ ગોવન સાથે સંયુકત રાષ્ટ્રને ઉદેશ્ય અનુસાર બનાવવુ વિષય પર જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમ સહ પ્રતિનિધિ મંડળની સાર્થક અને વૈશ્વિક સ્તરની ચર્ચા થઇ હતી.

- Advertisement -

આ તકે સંસદસભ્ય પૂનમબેન માડમએ જણાવ્યું હતું કે અમે બધા મળી વૈશ્વિક નેતા અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી વિકસીત ભારતના લક્ષ્યોની સિદ્ધિ માટે આ સંયુકત રાષ્ટ્ર પરીષદમાં ભારતના વિશ્વબંધુત્વ અને સર્વ જનહિતાય-સર્વજન સુખાય સહિતના સૌના સાથ પ્રગતિ અને મુલ્ય નિષ્ઠ પરીશ્રમ સાથેના શ્રેષ્ઠ અને ટકાઉ વિકાસ સહિતની શ્રેષ્ઠ રજૂઆતને સાકાર કરવા પ્રયત્નશીલ રહીશું.

ઉલ્લેખનીય છે કે યુનાઇટેડ નેશનમાં વર્તમાન પડકારો અને સમગ્રપણે વૈશ્વિક સ્થિતિઓનો સમાવેશ સહિતના મુદાઓ ઉપર રસપ્રદ ગહન ચર્ચા થઇ હોવાનું પણ સંસદસભ્ય પૂનમબેન માડમએ જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular