Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરમેરી માટી, મેરા દેશ અભિયાન માટે તૈયારીઓની સમીક્ષા કરતા સાંસદ પૂનમબેન માડમ

મેરી માટી, મેરા દેશ અભિયાન માટે તૈયારીઓની સમીક્ષા કરતા સાંસદ પૂનમબેન માડમ

વિરોને વંદનના આ મહા અભિયાનમાં ઉત્સાહભેર સહભાગી થવા સાંસદની સૌ હાલારવાસીઓને અપીલ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આગામી તા. 9 ઓગસ્ટથી યોજનારા મેરી માટી, મેરા દેશ અભિયાનને જનજનનું આંદોલન બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા બેઠક સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠક દરમિયાન તેમણે વીરોના વંદનના આ મહાઅભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા સૌ હાલારવાસીઓને અપીલ કરી છે.

- Advertisement -

આ બેઠકમાં વિગતો આપતાં વિવિધ વિભાગોના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મેરી માટી, મેરા દેશ અભિયાન અંતર્ગત જામનગર જિલ્લાના તમામ ગામોમાં વસુધા વાટિકાના નિર્માણ માટે જગ્યાઓ સુનિશ્ર્ચિત કરવામાં આવી છે. આ જગ્યાઓ ઉપર સ્થાનિક પ્રજાતિના 75 વૃક્ષો વાવવામાં આવશે જે વૃક્ષો વન વિભાગ દ્વારા પૂરા પાડવામાં આવશે. વસુધા વાટિકામાં જામનગર જિલ્લાના સ્વાતંત્રતા સેનાની, શહીદોની તકતી પણ મૂકવામાં આવશે.ગામેગામ યોજનારા આ કાર્યક્રમ દરમિયાન વીરોને વંદન કરવા સાથે તેમના પરિવારજનોનું બહુમાન પણ કરવામાં આવશે. સન્માન સાથે માટી કે દીવા સાથે સેલ્ફી લઇ તેને નિયત વેબસાઇટ ઉપર અપલોડ કરી સોશ્યલ મીડિયા માટે મારી માટી, મારો દેશની ફ્રેમ સાથે સુંદર તસવીર મેળવી શકાશે. પર્યાવરણ સંરક્ષણ, ભારતના સાંસ્કૃતિ વારસાના ગૌરવ સહિતના પાંચ સંકલ્પ પણ લેવામાં આવશે. સાથે, હર ઘર તિરંગા અભિયાન પણ ચલાવવામાં આવશે.

ગામેગામથી એક મુઠ્ઠી એકત્ર કરીને તાલુકા કક્ષાએ લાવવામાં આવશે. તાલુકા મથકે પણ વસુધા વાટિકાનું સર્જન કરવામાં આવશે. તાલુકાકક્ષાએથી એક સ્વયંસેવક આ માટીનો કુંભ લઇને દિલ્હી ખાતે અમૃત વાટિકાના નિર્માણ માટે જશે. જ્યારે, નગરપાલિકાની માટી ઝોનલ કક્ષાએ મોકલવામાં આવશે.

- Advertisement -

સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ લોકોમાં વીરોના ત્યાગ અને બલીદાન સાથે માતૃભૂમિના ગૌરવગાન માટે આ અભિયાનની પ્રેરણા આપી છે. એમાં નાગરિકો મોટી સંખ્યામાં જોડાઇ અને વીરોની વંદના કરે એ જરૂરી છે. આ માટી જ એવી છે કે સમગ્ર ભારતને એક તાંતણે બાંધે છે.
મેરી માટી, મેરા દેશ અભિયાનના નોડલ અધિકારીઓએ આ બેઠકમાં એક પ્રેઝેન્ટેશન રજૂ કરી અભિયાનની રૂપરેખા આપી હતી.

આ સમીક્ષા બેઠકમાં મેયર બિનાબેન કોઠારી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેકટર બી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલિસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, ખંભાળિયા તાલુકા પંચાયત પ્રમુખ રામદેભાઈ કરમુર, નગરપાલિકા પ્રમુખ જીગ્નેશભાઈ પરમાર, આગેવાન સર્વ વી.ડી.મોરી, વિમલભાઈ કગથરા, રમેશભાઈ મુંગરા, દિલીપભાઈ ભોજાણી, વિજયસિંહ જેઠવા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular