Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરહાપા-બિલાસપુર ટ્રેનમાં એલએચબી રેકનો પ્રારંભ કરાવતાં સાંસદ પૂનમબેન

હાપા-બિલાસપુર ટ્રેનમાં એલએચબી રેકનો પ્રારંભ કરાવતાં સાંસદ પૂનમબેન

- Advertisement -

સાંસદ પૂનમબેન માડમે હાપા સ્ટેશન પર આયોજિત એક કાર્યક્રમમાં ટ્રેન નં. 22939 હાપા-બિલાસપુર એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી નવા રૂપાંતરિત એલએચબી રેક નું શુભારંભ કર્યો હતો. હવેથી ટ્રેન નંબર 22908/22907 હાપા-મડગાંવ એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19575/19576 ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ ટ્રેનો પરંપરાગત રેકની જગ્યાએ નવા રૂપાંતરિત એલએચબી રેક સાથે દોડશે.

- Advertisement -

કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર અશ્ર્વિનીકુમારે સૌને આવકાર્યા હતા અને સાંસદ પૂનમબેન માડમનો રેલવે સુવિધા વધારવામાં સતત પ્રયાસો અને સહકાર બદલ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે હાપા-બિલાસપુર અને ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ ટ્રેનોમાં LBH રેકની સુવિધા મુસાફરોને વધુ આરામદાયક અને સલામત મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે. કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ જનસંપર્ક નિરીક્ષક વિવેક તિવારીએ કર્યું હતું.

આ સમારોહમાં જામનગરના મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ધારાસભ્ય રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. ચેરમેન નિલેશભાઇ કગથરા, શાસકપક્ષના નેતા આશિષભાઇ જોશી, દંડક કેતનભાઇ નાખવા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઇ ભોજાણી, પૂર્વમેયર બીનાબેન કોઠારી, રાજકોટ ડિવિઝનના એડીઆરએમ ગોવિંદ પ્રસાદ સૈની, રેલવેના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, રેલવે સલાહકાર સમિતિના સભ્યો, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular