દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુરંગા-દેવળીયા નેશનલ હાઇવે નં. 151-એ નો ચાલી રહેલ નિર્માણ પ્રોજેકટમાં ખંભાળિયાથી કુરંગા સુધીના રસ્તાની બન્ને બાજુના ઘણા ગામોના ખેડૂતોની જમીન સંપાદન, ડીવાઇડર, નાળા-પુલીયા, સર્વિસ રોડ, પાણીના નિકાલ વગેરે સુવિધાઓ અને મુશ્કેલીઓ બાબતના પ્રશ્નો વડત્રા, દાત્રાણા, હંજડાપર, ધંધુસર, રાણ વગેરે ગામના ખેડૂતો દ્વારા સાંસદ પૂનમબેન માડમ સમક્ષ રજૂ થતાં આ પ્રશ્નો અંગે જાત માાહિતી મેળવવા અંગે પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ઝડપી લાવી શકાય તે માટે કલેકટર દેવભૂમિ દ્વારકા અને નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓ સાથે સંબંધિત ગામોના ખેડૂતોની ઉપસ્થિતિમાં સંયુક્ત સ્થળ વિઝીટ કરી, પરાર્મશ બેઠકમાં વિગેતે ચર્ચા-વિચારણા કરી રજૂ થયેલ પ્રશ્ર્નો/મુશ્કેલીઓનો ઝડપી યોગ્ય ઉકેલ લાવવા સાંસદ પૂનમબેન માડમએ સૂચના આપી છે.