કાલાવડ તાલુકાના ધુતારપુર ગામે સાયકલ સવાર બાળકોને બચાવવા જતાં મોટરકાર પુલ નીચે પાણીમાં ખાબકી હતી.ગ્રામજનોની મદદથી મોટરકારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. સદનસીબે કાચાલકનો બચાવ થયો હતો.
કાલાવડમાં ધુતારપરથી મોટી માટલી જવાના માર્ગે એક યુવાન મોટરકાર લઇને પસાર થઇ રહ્યો હતો. આ દરમ્યાન અચાનક બાળકો સાયકલ લઇને વચ્ચે આવી જતાં તેને બચાવવા જતાં કારપુલ નીચે પાણીના ખાડામાં ખાબકી હતી. ગ્રામજનોની મદદથી મોટરકારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. સદનસીબે કારચાલકનો બચાવ થયો હતો.