જામનગર નજીક ખંભાળિયા હાઈવેમાં બાઈક પર જતાં યુવકની આંખમા કચરો પડતા બાઈક બેરીકેટ સાથે અથડાતા અકસ્માતમાં યુવાન અને તેની માતા બન્ને નીચે પટકાયા હતાં. આ અકસ્માતમાં યુવાનની માતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના મોરકંડા રબાની પાર્ક મસ્જિદની બાજુમાં આવેલા સનસીટી-1 વિસ્તારમાં રહેતાં અને વાણંદ કામ કરતા રીઝવાન ઉર્ફે હુશેન અસલમ જુણેજા (ઉ.વ.28) નામનો યુવાન બુધવારે મધ્યરાત્રિના સમયે ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર તેની જીજે-10-બીઈ-4216 નંબરની બાઈક પર ઘર તરફ આવતો હતો. ત્યારે ટી પોઇન્ટ પાસે પહોંચ્યો ત્યારે રીઝવાનની આંખમાં કચરો પડતા બાઈક પરનો કાબુ ગુમાવી દેતા બાઈક બેરીકેટ સાથે અથડાતા અકસ્માતમાં રીઝવાન અને તેની માતા મુનીરાબેન નીચે પટકાયા હતાં. જેમાં મુનીરાબેન અસલમ જુણેજા (ઉ.વ.49) નામના મહિલાને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવની રીઝવાન દ્વારા જાણ કરાતા એએસઆઈ પી.બી.ગોજિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.