Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયદેશમાં કોરોનાના એક્ટીવ કેસ 8 લાખ કરતાં પણ વધુ, ઓમીક્રોનના 4461 કેસ

દેશમાં કોરોનાના એક્ટીવ કેસ 8 લાખ કરતાં પણ વધુ, ઓમીક્રોનના 4461 કેસ

આજે પોણા બે લાખ કેસ : 277 લોકોના મોત

- Advertisement -

દેશભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં આકે કોરોનાના 1 લાખ 68 હજાર 63 કેસ નોંધાયા છે. આ દરમિયાન 69 હજાર 959 લોકો સાજા થયા છે અને 277 લોકોના મોત થયા છે. હાલમાં દેશમાં 8 લાખ 21 હજાર 446 સક્રિય કેસ છે અને સકારાત્મકતા દર 10.64% પર પહોંચી ગયો છે. ઓમિક્રોનના 4 હજાર 461 કેસની પુષ્ટિ થઈ છે. સોમવારે કોરોના વાયરસના 1 લાખ 79 હજાર 729 નવા કેસ નોંધાયા હતા જ્યારે 146 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

- Advertisement -

ગઈકાલે ગુજરાતમાં કોરોનાના નવા 6097  કેસ નોંધાયા હતા. બીજી તરફ 1539  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,25,702 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 95.09 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી 2લોકોના મોત થયા હતા. રાજ્યમાં એક્ટિવ કેસ 32469  કેસ છે. જે પૈકી 29 વેન્ટીલેટર પર છે, જ્યારે 32440 નાગરિકો સ્ટેબલ છે.

દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. ગઈકાલે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, કર્ણાટકના મુખ્યમંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular