Sunday, December 22, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઇદે મિલાદ પ્રસંગે પાકિસ્તાનમાં બોંબ બ્લાસ્ટમાં 50 થી વધુના મોત

ઇદે મિલાદ પ્રસંગે પાકિસ્તાનમાં બોંબ બ્લાસ્ટમાં 50 થી વધુના મોત

- Advertisement -

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક મસ્જિદ પાસે થયેલા શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 52 લોકો માર્યા ગયા અને 130 થી વધુ ઘાયલ થયા. ઈદના અવસર પર જયારે બ્લાસ્ટ થયો ત્યારે મોટી સંખ્યામાં લોકો મસ્જિદની બહાર રેલી માટે એકઠા થયા હતા. સ્થાનિક મીડિયામાં ચાલી રહેલા સમાચારો પરથી આ માહિતી સામે આવી છે. આ વિસ્ફોટ મસ્તાંગ જિલ્લામાં થયો હતો. એક અધિકારીએ જણાવ્યું કે મસ્જિદ પાસે વિસ્ફોટ ત્યારે થયો જયારે લોકો ઈદ-મિલાદ-ઉન-નબીના અવસર પર એકઠા થયા હતા. ઈદ મિલાદ ઉન નબી પયગંબર મોહમ્મદના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે.

- Advertisement -

પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે કહ્યું કે આ વિસ્ફોટ ‘આતંકવાદી તત્વો’ દ્વારા કરવામાં આવ્યો હતો. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, ‘ઇદે મિલાદ-ઉલ-નબીના જુલૂસમાં ભાગ લેનારા નિર્દોષ લોકો પર હુમલો એ ખૂબ જ ઘૃણાસ્પદ કૃત્ય છે.’ આ દરમિયાન બલૂચિસ્તાનના સૂચના મંત્રી જાન અચકઝાઈએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે મૃતકોની સંખ્યા વધી રહી છે. રહી હતી. દુશ્મન, વિદેશી આશ્રય હેઠળ, બલૂચિસ્તાનમાં ધાર્મિક સહિષ્ણુતા અને શાંતિને નષ્ટ કરવા માંગે છે. આ વિસ્ફોટ અસહ્ય છે.

મુસ્તાંગના આસિસ્ટન્ટ કમિશનર અત્તા ઉલ મુનીમે કહ્યું કે મદીના મસ્જિદ પાસે જે વિસ્ફોટ થયો હતો તે ખૂબ જ શક્તિશાળી હતો. ડોન અખબારના સમાચાર અનુસાર, વિસ્ફોટમાં ઓછામાં ઓછા 52 લોકોના મોત થયા છે અને 130થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ જાવેદ લાહિરીએ જણાવ્યું કે ઘાયલોને મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવી રહ્યા છે જયારે હોસ્પિટલોમાં ઈમરજન્સી લાદવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular