રાજયના પ્રાથમિક શિક્ષકો સહિતના સરકારી કર્મચારીઓ દ્વારા જુની પેન્શન યોજના લાગુ કરવા સહિતની પડતર માંગણીઓ અંગે સરકારને રજુઆત કરવા છતાં કોઇ ઉકેલ ન આવતાં આવતીકાલે 182 વિધાનસભા મત વિસ્તારોમાં કાર્યક્રમો યોજશે આવતીકાલે ડો.બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિતે ગુજરાત રાજય સંયુકત કર્મચારી મોરચા સાથે જોડાયેલા પ્રાથમિક શિક્ષકો ઉપરાંત તમામ કર્મચારી યુનિયનો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી જુની પેનશન યોજના ફરીથી ચાલુ કરવા સહિતના વિવિધ પડતર પ્રશ્ર્નો અંગે ધારાસભ્યને આવેદનપત્ર પાઠવશે જેમાં જામનગરમાં સર્કિટ હાઉસ ખાતે 2000જેટલાં શિક્ષકો અને કર્મચારીઓ એકઠા થઇ આવેદન પત્ર પાઠવશે.