ગુજરાતમાં ચોમાસાની વિદાય થતા મિશ્ર ઋતુ અનુભવાય છે. ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે. હાલ ગુજરાતમાં વરસાદની કોઇ સંભાવના નથી. આજથી રાજ્યમાં શિયાળાનો પ્રારંભ થયો છે. રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનનો પારો ગગડયો છે. રાજ્યમાં 1 થી 2 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ઠંડા અને સુકા પવન કુંકાવાનુ શરૂ થયા બાદ તાપમાનમાં ઘટાડો થશે તેવી સંભાવના છે. સામાન્ય રીતે ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં સૌથી વધારે ઠંડી પડતી હોય છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, નવેમ્બર સુધી બેવડી ઋતુનો એહસાસ થશે કારણ કે, લઘુત્તમ તાપમાન નીચું અને મહત્તમ તાપમાન ઊંચું રહેવાના કારણે વહેલી સવારે ઠંડી અને બપોર થતા જ ગરમીનો અનુભવ થાય છે. રાજ્યમાં હાલ ઉત્તર -ઉતરપૂર્વના પવન કૂંકાઇ રહ્યો છે. ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે તેમ છતાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં અમુક જગ્યાએ સામાન્ય વરસાદ પણ થઈ રહો છે. ચોમાસાની વિદાય બાદ વરસાદ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ચોમાસું પાક તૈયાર થઇ ગયો છે અને તેવા સંજોગોમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદ થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર વરસાદી ટર્ફથી કેટલાંક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાની સંભાવના છે. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના નહિંવત છે. અમદાવાદ, ગાંધીનગરમાં એક સપ્તાહ વાદળછાયું વાતાવરણ રહેશે.