Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયભારતીય ઉપમહાદ્વિપમાં પ્રવેશી ગયું ચોમાસું

ભારતીય ઉપમહાદ્વિપમાં પ્રવેશી ગયું ચોમાસું

મુંબઇમાં જુનના પ્રથમ સપ્તાહમાં અને ગુજરાતમાં 10મી જુન આસપાસ આવી જવાની શકયતા

- Advertisement -

ભારતમાં નૈઋત્ય ચોમાસુ નિર્ધારીત સમય કરતા વહેલું પ્રવેશી જવાની આગાહી વચ્ચે દક્ષિણ આંદામાન સમુદ્ર, નિકોબાર આયલેન્ડ તથા દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં આગમન થઇ ગયું હોવાનું હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

- Advertisement -

હવામાન વિભાગના કહેવા પ્રમાણે નૈઋત્ય ચોમાસુ 27 મે આસપાસ કેરળમાં દાખલ થઇ જવાની શકયતા છે. સામાન્ય રીતે કેરળમાં 1 જુને ચોમાસાનો પ્રવેશ થતો હોય છે તેના બદલે ચાર દિવસ વહેલું આગમન થઇ જશે. અસાની વાવાઝોડાના કારણે ચોમાસાને જોર મળી ગયું હતું તેના કારણે વહેલું આગમન થઇ ગયાનું જણાવવામાં આવ્યું છે. ચોમાસાના આગળ વધવા માટે પરિસ્થિતિ ઘણી સાનુકુળ જ છે અને આવતા બે-ત્રણ દિવસમાં દક્ષિણ બંગાળની ખાડી સમગ્ર આંદામાન નિકોબાર અને પૂર્વ મધ્યની ખાડીમાં પ્રવેશ કરી લે તેવી શકયતા છે.હવામાન વિભાગ દ્વારા ચાલુ વર્ષમાં પણ ચોમાસુ નોર્મલ જ રહેવાની આગાહી કરવામાં આવી છે. સતત ચોથા વર્ષે ભારતીય ચોમાસુ નોર્મલ રહી શકે છે. કેરળમાં ચોમાસાના વહેલા પ્રવેશના પગલે દેશભરમાં તે ઝડપથી આગળ વધે તેવી શકયતા છે.

હવામાન વિભાગના સુત્રોએ કહ્યું કે 27 મી મે આસપાસ કેરળમાં ચોમાસુ પ્રવેશ કરી લે તો 2009 પછીનું આ સૌથી વહેલું આગમન ગણાશે. 2009માં ચોમાસુ 27મીએ પ્રવેશ્યું હતું. કેરળમાં વહેલા પ્રવેશ પછી મુંબઇમાં પણ જુનના બીજા સપ્તાહમાં ચોમાસુ બેસી શકે છે અને ગુજરાતમાં પણ જુનના બીજા સપ્તાહમાં જ આગમન થઇ જવાનું શકય ગણાવાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular