વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.8ના રોજ બિકાનેરમાં યોજાનાર કાર્યક્રમમાં પહોંચવા માટે જામનગર-અમૃતસર હાઈવે પર વડાપ્રધાનનું વિમાન લેન્ડીંગ કરી શકે છે અને આ માટે હવાઈદળે તૈયારી શરૂ કરી દીધી છે. આજથી જ આ અંગેનું રીહર્સલ શરૂ કરાયું છે. કેન્દ્રના કાનુન રાજયમંત્રી અર્જુન મેઘવાલ વડાપ્રધાનની સભાની તૈયારીના ભાગરૂપે બિકાનેર પહોંચ્યા હતા અને તેઓએ આ સંકેત આપતા જણાવ્યું કે એ પ્રથમ વખત થશે કે દેશના વડાપ્રધાનનું વિમાન એકસપ્રેસ વે પર લેન્ડીંગ થશે. અગાઉ કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી અને અન્ય મંત્રીઓ વાયુસેનાના વિમાનમાં ટચડાઉન થઈ ગયા છે.
એરફોર્સ દ્વારા આ અંગે રિહર્સલમાં એક અલગ હેલીપેડ પણ તૈયાર કરવામાં આવ્યું છે અને જો હવામાન સહિતના કારણોસર મોદીનું વિમાન એકસપ્રેસ વે પર લેન્ડ થઈ શકે તેમ ન હોય તો મોદી અહીના નાલ એરપોર્ટથી નૌરંગદેસર જશે. એકસપ્રેસ હાઈવે પહોંચવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરશે.