Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરકોરોના વધતા જામનગર સહિત દેશભરમાં મોકડ્રીલ - VIDEO

કોરોના વધતા જામનગર સહિત દેશભરમાં મોકડ્રીલ – VIDEO

- Advertisement -

દેશમાં ફરી એકવાર કોરોના સંક્રમણના કેસ વધતા દેખાઈ રહ્યા છે. ત્યારે આ વધતા કેસો વચ્ચે હોસ્પિટલમાં તૈયારીઓનું આકલન કરવા માટે 10 અને 11 એપ્રિલે આખા દેશમાં મોકડ્રીલનું આયોજન કરાશે જેને કમાન મનસુખ માંડવિયા સંભાળશે.

- Advertisement -

આ મોકડ્રીલ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં પણ મોકડ્રીલ યોજી ચેકિંગ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ કાર્યવાહીમાં જી. જી. હોસ્પિટલના સુપ્રિન્ટન ડોકટર દિપક તિવારી, ડોકટર અજય તન્ના, ડો. મનિષ મહેતા, ડો. ભદ્રેશભાઈ વ્યાસ સહિત ડોકટરો તથા પેરા મેડિકલ સ્ટાફ હાજર રહ્યા હતાં. આ ઉપરાંત મેડીકલ કોલેજ, ઓડીટોરીયમમાં પ્રોફેસરો તેમજ તબીબોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આમ રાજ્યમાં વધતા કેસોની ચિંતા કરીને તમામ હોસ્પિટલોમાં સુવિધાઓ, તૈયારીઓ તેમજ દવાના સ્ટોક જાળવી રાખવા બાબતે સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular