Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરખીમરાણા ગામે મંદિરમાંથી પોણાલાખનો મોબાઇલ ચોરી કરનાર મહિલા ઝડપાઈ

ખીમરાણા ગામે મંદિરમાંથી પોણાલાખનો મોબાઇલ ચોરી કરનાર મહિલા ઝડપાઈ

- Advertisement -

- Advertisement -

જામનગર તાલુકાના ખીમરાણા ગામે ખીમેશ્વર મહાદેવના મંદિરે પૂજા કરવા ગયેલ એક વ્યક્તિએ મંદિરમાં પથ્થર ઉપર પોતાનો ફોન રાખ્યો હતો તે દરમિયાન કોઈ શખ્સ તેનો ફોન ચોરી ગયું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે  જામનગર એલસીબીએ તપાસ કરી આરોપી મહિલાને મોબાઈલ સાથે ઝડપી પાડી છે.

જામનગરમાં રહેતા કરણદેવસિંહ પ્રવીણસિંહ જાડેજા આશરે એકાદ મહિના પૂર્વે ખીમરાણા ગામે આવેલ ખીમેશ્વર મહાદેવના મંદિર પૂજા કરવા ગયા હતા તે દરમિયાન પોતાનો સેમસંગ કંપનીનો પોણાલાખની કિંમતનો ફોન મંદિરમાં પથ્થર ઉપર રાખ્યો હતો જે કોઈ ચોરી કરી નાશી ગયું હોવાની ફરિયાદ પંચકોશી એ ડીવીઝન પોલીસ દફતરમાં નોંધાવવામાં આવી હતી. જામનગર એલસીબી ગઈકાલના રોજ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન યશપાલસિંહ જાડેજા તથા યોગરાજસિંહ રાણાને મળેલ બાતમીના આધારે તેઓએ 73600ની કિંમતનો મોબાઈલ ચોરી કરનાર પ્રભાબેન રામજીભાઈ ચૌહાણને મોબાઈલ સાથે ઝડપી લેતા પંચકોશી એ ડીવીઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેકટર એસએસ નીનામાની સુચનાથી આરબી ગોજીયા, બીએમ દેવમુરારી તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular